કિસાન સર્વોદય યોજના
આપણા ગુજરાતનાં ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર........
કિસાન સર્વોદય યોજનાનો ઇતિહાસ::-
આ યોજના આપણાં દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદી સાહેબના હસ્તે જૂનાગઢ ખાતેથી ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે તેનું નામ" દિનકર યોજના" હતું, પરંતુ ત્યારપછી આ યોજનાનુ નામ બદલી "કિસાન સર્વોદય યોજના" રાખવામા આવ્યું હતું.
આ યોજનાનુ નામ બદલવાનું કારણ એ બતાવવામાં આવી રહ્યું છે કે આ નામ વધુ સારું છે. તેથી નામ બદલ્યું છે. દિનકર યોજના હવેથી કિસાન સર્વોદય યોજના નામથી ઓળખાશે.
કિસાન સર્વોદય યોજના પહેલા ખેડૂતોની સ્થિતિ::-
આખા વિશ્વમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે અને આ વખતનું ચોમાસુ પણ અતિવૃષ્ટિ જેવુ પસાર થયું હોય ત્યારે ગુજરાત સરકાર ખેડૂતો માટે શુભ સમાંચાર લઈને આવી રહી છે.
સમગ્ર ગુજરાતમાં મેઘો મન મૂકીને વરસ્યો હોય અને ખેડૂતોના મહેનતના ઊભા પાક ધોવાઈ ગયેલ હોય અને કોરોનાની આ વૈશ્વિક મહામારી માં ગુજરાત ના તમામ લોકોના ધંધા રોજગાર પણ પડી ભાંગ્યા હોય ત્યારે અને તેવી પરિસ્થિતિમાં એક ખેડૂત જ એક આ દુનિયામાં એવું પ્રાણી છે કે તે આ દેશ અને તેના અર્થતંત્ર ને મજબૂતીથી ટકાવી રાખે છે. ખેડૂતો માત્ર અન્ય લોકોની રોજગારી નહીં પણ પશુ પક્ષીઓની પણ સંભાળ રાખતા હોય છે.
ખેડૂતો પોતાના પાકને પોતાના પુત્રની જેમ મહેનત કરી ઉછેરીને મોટો કરતાં હોય છે. એ પાકને લેવા માટે ખેડૂત શિયાળો , ઉનાળો , ચોમાસુ ગમે તેવી ઋતુમાં પોતાની પરવાહ કર્યા વિના પછી ભલે ઉનાળામાં ધોમ ધખતો તાપ હોય કે પછી ચોમાસનો મુશળધાર વરસાદ અને શિયાળાની કડકડતી ઠંડી તે બધુ સહન કરીને પોતાના પાકને પકવે છે.
ગુજરાતમાં ખેડૂતોને 7/8 દિવસ રાત્રે અને 7/8 દિવસ દિવસે વીજળી આપવામાં આવતી. આવી પરિસ્થિતિમાં ખેડૂત રાત્રે જંગલી પશુઓ અને જીવ-જંતુ વગેરે નો સામનો કરતો હોય છે.
રાત્રે રાતવાસો કરવા જવાનું મોટું કારણ ખેડૂતો માટે આ રાતની વીજળી જ હતી. રાત્રે ખેડૂતો પોતાનો જીવ જોખમમાં મૂકી પાણી વાળવા જતાં હોય છે. ત્યારે ઘણી વાર અણબનાવ પણ બનતા હોય છે. પરંતુ હવે આ સમસ્યાનો અંત હવે ટૂંક જ સમયમાં સરકાર લાવવા જઇ રહી છે. અને તે સમસ્યાનો અંત અને સોલ્યુશન લાવશે આ કિસાન સર્વોદય યોજના થકી
ખેડૂતોની આવી પરિસ્થિતિમાં ગુજરાત સરકાર ખેડૂતો માટે દિનકર યોજના-dinkar yojna લાવી રહી છે.
1.કિસાન સર્વોદય યોજના- kisan-sarvoday-yojna થકી ખેડૂતોને શું લાભ થશે?
કિસાન સર્વોદય યોજના- kisan-sarvoday-yojna થકી ખેડૂતોને રાત્રે પાણી વાળવા જવું નહીં પડે. ખેડૂતો પોતાના પાકને ઉગાડવા માટે તનતોડ મહેનત કરે છે ત્યારે રાત્રિના સમયમાં પાણી આવવાનો સમય હોવાથી ખેડૂતોને ખૂબ જ હાલાકી ભોગવવી પડતી હતી. તે આ દિનકર યોજના થકી હવે આવી તકલીફ ઉઠાવવી નહીં પડે.રાત્રે રાતવાસો કરવા જતી વખતે જંગલી પશુઓ દ્વારા પણ ઘણી વખત કનડગત કરતી હોય છે,તે સમસ્યાનો હવે અંત આવશે.
2. કિસાન સર્વોદય યોજના- kisan-sarvoday-yojna અંતર્ગત ક્યાં કનેક્શન ઉપર વીજળી આપવામાં આવશે ?
કિસાન સર્વોદય યોજના અંતર્ગત ખેડૂતોને 3 ફેજ કનેક્શન ઉપર અને ખેડૂતોના મોટાપ્રશ્ન સમાન દિવસ દરમિયાન જ વીજળી આપવામાં આવશે .
3.કિસાન સર્વોદય યોજના- kisan-sarvoday-yojna થકી વીજળી આપવાનો સમયગાળો શું રહેશે?
દિનકર યોજના થકી ખેડૂતોને સવારના 5 વાગ્યાથી લઈને રાત્રિના 9 વાગ્યા સુધીમાં વીજળી આપવામાં આવશે.
જેમાં 2 સ્લોટમાં વીજળી આપશે.
1) 5 થી 1 વાગ્યા સુધી
2) 1 થી 9 વાગ્યા સુધી
4. કિસાન સર્વોદય યોજના- kisan-sarvoday-yojna ક્યારથી ચાલુ થશે?
દિનકર યોજના ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 24 ઓક્ટોમ્બર થી પોતાના હાથથી આ દિનકર યોજના શુભારંભ કરવામાં આવ્યો.
૫.કિસાન સર્વોદય યોજના- kisan-sarvoday-yojnaની શરૂઆત કેટલા ગામથી કરવામાં આવશે.?
કિસાન સર્વોદય યોજના- kisan-sarvoday-yojna ની શરૂઆત ટ્રાયલ બેજ ઉપર શરૂઆતમાં 1000 ગામડાઓથી થશે, ત્યારબાદ હંમેશાની જેમ ગુજરાત માં લાગુ કરવામાં આવશે.
શરૂઆતમાં જૂનાગઢ ના 220 ગામો, ગીર સોમનાથ ના 125+ ગામડા અને સંપૂર્ણ દાહોદ જીલ્લામાં શરૂ થશે.
ગુજરાતમાં તબક્કાવાર 2 વર્ષમાં આ યોજના જ્યોતિગ્રામ યોજનાની જેમજ પૂર્ણ કરવામાં આવશે.
વિશેષ જાણકારી :
કિસાન સર્વોદય યોજના- kisan-sarvoday-yojna માં ટોટલ 3500 કરોડનું બજેટ ફાળવ્યું છે, જેમાં ઘણા બધા 66kv, 220kv, ના સબ સ્ટેશન અને નવી લાઇન બનાવવામાં આવશે.
વ્હાલી દીકરીની યોજના માટે અહી ક્લિક કરો
મધ્યાન ભોજન યોજના વિશે જાણવા અહી ક્લિક કરો.
ટિપ્પણી પોસ્ટ કરો
Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )