ઘર સંસારના પાત્રો-ghar-sansarna-patro

 પ્રસ્તાવના ::- 

મિત્રો. આજે ટેકનોલોજીના ઝડપી યુગમાં આપણાં ઘર સંસારના પાત્રો વિશે થોડું કહેવું છે. આજે આ દુનિયામાં બધા લોકો પૈસાની પાછળ ગાંડા થતાં જાય છે, ત્યારે આપણાં પરિવારજનો શું ઇચ્છી રહ્યા હોય, અને ઘરના દરેક પાત્ર કેવું હોવું જોઈએ? તેના વિશે આ પોસ્ટમાં ચર્ચા કરવાના છીએ.


ઘર સંચારના પાત્રો
ઘર સંચારના પાત્રો 


શાળા યુનિફોર્મ યોજના વિશે જાણવા અહી ક્લિક કરો. 




ઘર સંસારના પાત્રો માં કોણ કોણ આવી જાય છે ?

  • દાદા-દાદી
  • માતા પિતા
  • ભાઈ-બહેન
  • કાકા-કાકી
  • મોટા બાપા- મોટી બા
  • પિતરાઇ ભાઈ-બહેન
  • ભાઈ-ભાભી
  • પૌત્ર-પૌત્રી

મધ્યાહન ભોજન યોજના વિશે જાણવા અહી ક્લિક કરો. 



દાદા-દાદી(ઘર સંસારનું સૌથી મોટું અને મોભાદાર પાત્ર)


                         ઘર સંસારના પાત્રોમાં દાદા અને દાદી એક એવું પાત્ર છે જે તેના પૌત્ર અને પૌત્રી ને ખૂબ જ ગમતું હોય છે, ઘરમાં દાદા એ સૌની દેખભાળ રાખતા હોય અને તેને ઘરનું ઘરેણું કહેવાય છે. દાદાનું પાત્ર ત્યારેજ શક્ય છે જ્યારે તે ઘરમાં એક પૌત્ર કે પૌત્રી ની હાજરી હોય.


                      પહેલાના સમયની વાત કરીએ તો દાદા એટલે પૌત્ર-પૌત્રીનુ બાળપણ. રોજ સાંજે વાર્તા સંભાળવવી અને તેને સુવડાવી ને સુવે તે પાત્ર એટલે દાદા-દાદી.દાદા એટલે ઘરનો ટેંકો, દાદા ન હોયતો ઘર સૂનું લાગતું હોય, ઘરના બધા સભ્યોમાથી સૌથી મોભાદાર અને સૌથી મોટું કહેવાતું પાત્ર એટલે દાદા-દાદી.


કુવરબાઈનું મામેરું યોજના વિશે જાણવા અહી ક્લિક કરો. 



માતા પિતા( ઘર સંસારના પાત્રોમાં ભગવાનનું રૂપ )


                         ઘર સંસારના પાત્રો માં જેને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે તે પાત્ર એટલે માતા-પિતા.સંસારમાં સૌથી ઊચું ગણાતું અને સૌનું માન પાન, ઇજ્જત,આબરૂ ધરાવતું પાત્ર છે. માતા પિતા નું પાત્ર વહાલસોયું ગણાય છે, તે ઘરનું સંચાલન કરે છે. ઘરની સાર સંભાળ થી લઈને વ્યવસ્થાઓ પૂરી પાડવાનું કામ કરે છે.


                  માતા-પિતાના ચરણોમાં સ્વર્ગ છે તેવું કહેવામા આવે છે. જેને માતા પિતા ના આશીર્વાદ મળે છે તે વ્યક્તિ દુનિયામાં ક્યાયપણ પાછો પડતો નથી. માતા પિતા ને જે વ્યક્તિ દુખી કરે છે તેને ક્યારેય સુખ મળતું નથી, પિતા ઘરનું આર્થિક પરિસ્થિતી ની સંભાળ રાખતો હોય છે, પોતાના પુત્ર કે પુત્રી  માટે જે કઈ જરૂર હોય તે જરૂરિયાત પૂરી પાડતું પાત્ર એટલે પિતા.


                       પિતા જોવામાં દરેક પુત્રને કઠોર લગતા હોય છે, પરંતુ પિતા અંદરથી ખૂબ જ કોમળ હોય છે. પિતા ઘરની વ્યવસ્થાઓ સાચવતા તે ક્યારેક પોતાની ઈચ્છા અધૂરી રાખી બીજા સભ્યોની માંગને પૂરી કરતો હોય છે.


                       જેને માતા પિતા મળ્યા હોય તે વ્યક્તિ દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છે, કારણકે જેને માતા પિતા નથી હોતા તેનું જીવન આ જમાનામાં ખુબજ કપરું થઈ જાય છે. માતા એટલે તેના પુત્રનું એટીએમ કાર્ડ. જ્યારે પુત્રને કોઈપણ વસ્તુ જોઈએ ત્યારે તે સીધું તેના પિતાને કહેતો નથી, પરંતુ વચ્ચે તેની માતાને રાખે છે.


                         વચ્ચે માતાને રાખવાથી પિતા કશું બોલ્યા ચાલ્યા વગર ઘટતું હોય તે લાવી આપે છે, માતા એ ત્યાગનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે, પોતાની ઈચ્છા અધૂરી રાખી, પોતાને મળતી સગવડતા મેલી પોતાના પુત્રને સોંપે તે પાત્ર એટલે માતા.



ભાઈ-બહેન ( ઘર સંસારના પાત્રો માં સૌથી લાડકવાયું પાત્રો )


                     " કોણ જુલાવે લીમડી,કોણ જુલાવે પીપળી,ભાઇની બેની લાડકીને ભઈલો જુલાવે ડાળખી." આ ગીત કોઈ જૂની ફિલ્મનુ છે,  અને ઘરનું ઝઘડતું પાત્ર એટલે ભાઈ-બહેન. ભાઈ પોતાની બહેનને કાઇપણ સમસ્યા હોય એટલે સીધું કહી શકે તેવું પાત્ર એટલે ભાઈ. બહેનનો પોલીસ વિભાગ એટલે ભાઈ.


                 સામાન્યપણે જોતાં આ બંને પાત્રો વચ્ચે કદી બનતું હોતું નથી, પણ તેમાં પણ તેનો પ્રેમભાવ છુપાયેલો હોય છે.બહેનનો પોલીસ વિભાગ એટલે ભાઈ. બહેન ઘરનું બધાજ કામમાં માતા ને કામ કરવામાં મદદ કરે છે.


શૌચાલય બનાવવાની યોજના વિશે જાણવા અહી ક્લિક કરો. 



કાકા-કાકી

             ઘરના બધા પાત્રોમાં અગત્યના પાત્રમાનું એક. પિતાના નાના ભાઈ એટલે કાકા અને તેમના ધર્મપત્ની એટલે કાકી. જ્યારે આપણે નાના હોય ત્યારે બહાર ગલીઓમાં ફરવા કે દુકાને લઈ જનારું પાત્ર એટલે કાકા.


મોટા બાપા- મોટી બા

               ઘરના બધા સભ્યોમાં વડીલોમાં ગણાતું સૌથી અગત્યનું પાત્ર. આપણાં પિતાના સૌથી મોટા ભાઈ એટલે મોટા બાપા. અને આપણાં પિતાના ભાભી એટલે આપડા મોટી બા.


પિતરાઇ ભાઈ-બહેન

             આપણાં કાકા અને કાકી ના પુત્રએ આપણાં પિતરાઇ ભાઈ બહેન કહેવાય. ઘર સંસારના પાત્રોમાં આપણી સાથે નાના મોટા થાય તે પાત્ર અને સૌથી વધુ બાળપણ જેની સાથે વિતાવ્યું હોય તે પાત્ર એટલે આપણાં પિતરાઇ ભાઈ-બહેન.


ભાઈ-ભાભી

            ભાઈ અને બહેનનું સૌથી વધુ સંભાળ અને લાડ-પ્રેમ આપતું પાત્ર એટલે ભાઈ-ભાભી. ઘરના સભ્યોમાં સૌથી મોટા ભાઈ અને તેમની પત્ની એટલે ભાઈ ભાભી. ભાભી એ બધાનું ધ્યાન રાખે છે. અને ઘણું બધુ કામ પણ કરતું પાત્ર છે.


પૌત્ર-પૌત્રી ( ઘર સંસારના પાત્રોમાં દાદાનું અને દાદીનું લાડકવાયું પાત્ર )


                ઘરમાં બધાની સાથે રમતું અને સૌને ગમતું પાત્ર એટલે પૌત્ર-પૌત્રી . પૌત્ર કે પૌત્રી જયરે નાના હોય ત્યારે તે સૌથી વધુ તેમના દાદા અને દાદી સાથે જ તેનો સમય વિતાવતું હોય છે. અને ઘરમાં તે ન હોય તો બધાને ગમતું પણ નથી હોતું. તેવું પાત્ર એટલે પૌત્ર અને પૌત્રી. નાની દીકરીઓ માટે તો સરકાર પણ હવે યોજના બહાર પાડી રહી છે, વ્હાલી દીકરી યોજના જેનો લાભ લેવો ખૂબ જ જરૂરી છે. 


સરકારની તમામ આવાસ યોજના વિશે જાણવા અહી ક્લિક કરો. 


અગત્યની સલાહ ::-


                   આપણે ઉપર વાંચ્યું તે મુજબ ઘર સંસારના પાત્રો પોતાનું કર્તવ્ય અને ફરજ નિભાવતા હોય છે. પણ ક્યારેક એક પાત્રના અવળા સંકેત કે ખોટી માથા કૂટ થી આખો ઘર સંસાર વિખાઈ જતો હોય છે.


                    આપણો પરિવાર એક રુદ્રાક્ષની માળા જેવો છે, તેમાથી એકપણ પારો વિખૂટો પડી જાય તો તે માળાનું કોઈ અસ્તિત્વ રહેતું નથી, માટે દરેક પાત્રે કોઈપણ ને દુખ ન લાગે તેવું વર્તન કરવું જોઈએ અને બધાની સાથે સંપીને રહેવું જોઈએ.

Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )

વધુ નવું વધુ જૂનું