સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના-swachch bharat mishan gramin yojna

 સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના-swachch bharat mishan gramin yojna

             સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર દ્વારા લોકોના હિતને ધ્યાનમાં રાખીને અમલમાં લાવવામાં આવેલ સામુદાયિક ભાગીદારી વાળો એક સ્વચ્છતા કાર્યક્રમ છે. આ યોજના તમામ ગામડાના પરિવાર કુટુંબોને આવરી લેતી એક સામુદાયિક યોજના છે. જેમાં રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર બંનેની સંયુક્ત ભાગીદારી જેમાં 75% રાજ્ય સરકાર તેમજ 25% કેન્દ્ર સરકારનો ફાળો હોય છે. આ યોજનાનો મુખ્ય હેતુ આપણાં ગુજરાત રાજ્યને 2019 સુધીમાં ખુલ્લામાં શૌચ ક્રિયા મુક્ત બનાવવાનું છે. તે કરીને ગામડાને નિર્મળ ગ્રામ પંચાયત બનાવી સ્વચ્છતા તરફ આગળ વધવાનું છે. 

પ્રસ્તાવના::- 
સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના-swachch bharat mishan gramin yojna



        સ્વચ્છ ભારત મિશન એ ગાંધીજીના સ્વપ્નને સાકાર કરતી અને સ્વચ્છતા અંતર્ગત તમામ ગ્રામ પંચાયતને આવરી લેતી નિર્મળ ગ્રામ પંચાયત બનાવવાના ઉદેશ્ય સાથેની એક મોટી યોજના છે. તો તેમાં એક સવાલ થાય કે આમાં કઈ કામગીરીને પ્રાથમિક્તા અપાય છે?.તેનું લિસ્ટ નીચે મુજબનું છે. કે આ કામને પહેલા પ્રાથમિકતા અને જોગવાઈઓ કરેલ છે. 
  • ગ્રામ્ય કક્ષાએ રહેતા દરેક એપીએલ અને બીપીએલ પરિવારો તેમજ એસસી અને એસટી વર્ગના સમુદાયોને વ્યક્તિગત શૌચાલયો બનાવી આપવાની જોગવાઈ કરેલ છે. 
  • એવું ગામ કે જ્યાં આખા ગામમાં પીવાના પાણીની સંપૂર્ણ વ્યવસ્થાઓ હોય તે ગામને પ્રાથમિકતા અપાય છે. 
  • સૂચિત નિર્મળ ગામ અને નિર્મળ ગામ આ બંને માટે ગામમાથી નીકળતો ઘન અને પ્રવાહી કચરાના નિકાલની ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. 
સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના-swachch bharat mishan gramin yojna



પૂર્વભૂમિકા:- 

                        તા. 2 ઓક્ટોબર, 2019 સુધીમાં સાર્વત્રિક સ્વચ્છતા હેઠળ ગ્રામીણ વિસ્તારોને આવરી લેવાના હેતુથી સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) નો પ્રારંભ તા. 2 ઓક્ટોબર, 2014 ના રોજ કરવામાં આવ્યો હતો. આ માટે આઈએચએચએલને રૂ.12000 કરોડ રૂપિયા વ્યક્તિગત શૌચાલયો બનાવવા માટે આપવામાં આવ્યા હતા અને તેની વહેચણી કેન્દ્ર અને રાજ્ય સરકારને લાભાર્થીઓને વહેચવાના હતા.એસએલડબલ્યુએમ (SLWM) પ્રવૃત્તિઓ માટે રૂ. 7/12/15/20 લાખની મર્યાદા અનુક્રમે 150/300/500 અને 500થી વધુ પરિવાર ધરાવતી ગ્રામ પંચાયતોને નાણાંકીય સહાય તરીકે પૂરી પાડવામાં આવી છે. આઈઈસી (IEC) માટે 5 % સુધીનો કુલ પ્રોજેક્ટનો ખર્ચ રાજ્યો/જિલ્લા લેવલે વાપરી શકાશે. વહિવટી ખર્ચ માટે પ્રોજેક્ટ ખર્ચની બે ટકા સુધીની રકમ આપવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે (પૂર્વોત્તરના રાજ્યોજમ્મુ અને કાશ્મીર તથા વિશેષ વર્ગના રાજ્યોમાં 60:40) આ પ્રવૃત્તિઓ માટે આ ભંડોળની વહેંચણીની 90:10ના ભાગથી કરવામાં આવશે.

સ્વચ્છ ભારત મિશન યોજનાની સફળતા 

       ગામડામાં વસતા ભારતમાં સ્વચ્છતાની પ્રવૃત્તિ આગળ વધારવા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા ઝડપી પ્રગતિ પ્રાપ્ત કરવામાં આવી છે. તેનો વ્યાપ તા. 31-7-2018ની સ્થિતિએ ભારતમાં 88.9 ટકા જેટલો છે. 

                તા. 2 ઓક્ટોબર, 2014થી શરૂ કરીને 7.94 કરોડથી વધુ શૌચાલયોનું બાંધકામ કરવામાં આવ્યું છે. જે હેઠળ 4.06 લાખ ગામડાં, 419 જિલ્લા અને 19 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને ખૂલ્લામાં શૌચક્રિયાથી મુક્ત (ઓડીએફ) જાહેર કરાયા છે. પ્રગતિની ગતિ સતત વધતી રહી છે અને ભારત ઓક્ટોબર 2019 સુધીમાં ખૂલ્લામાં શૌચક્રિયાથી મુક્ત બનવાની સિદ્ધિ હાંસલ કરવાના પંથે છે.

                           મંત્રીમંડળે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ને તા. 24 સપ્ટેમ્બર, 2014 ના રોજ મંજૂરી આપી છે અને તા. 2 ઓક્ટોબર, 2014થી તેનો અમલ શરૂ થયો છે. આ યોજનામાં તા. 2 ઓક્ટોબર, 2019 સુધીમાં ગ્રામીણ વિસ્તારોને સાર્વત્રિક સફાઈથી આવરી લેવાનું ધ્યેય છે. 

              સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ નોંધપાત્ર પ્રગતિ હાંસલ થઈ ચૂકી છે અને આ મિશન આખરી લક્ષ્ય તરફ આગળ વધી રહી છે તેવું રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જોવા મળ્યું છે.

               વર્ષ 2018-19 ના અંદાજપત્રમાં નાણાંમંત્રીએ રૂ. 30,343 કરોડની ફાળવણી સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ની નાણાંકીય જરૂરીયાત પૂર્ણ કરવા માટે કરી હતી. આ રકમમાંથી રૂ. 15,343 કરોડની રકમ સામાન્ય અંદાજપત્રીય સહયોગ દ્વારા અને બાકીના રૂ. 15 હજાર કરોડ વિશેષ અંદાજપત્રીય સ્રોતો (EBR) દ્વારા મેળવવાની દરખાસ્ત કરવામાં આવી હતી.

            ત્યાર બાદ EBR માટે આર્થિક બાબતોના વિભાગના સચિવના અધ્યક્ષપદ હેઠળ સંચાલન સમૂહની રચના કરવામાં આવી હતી. તેમણે વર્ષ 2018-19 દરમિયાન રૂ. 15 હજાર કરોડ સુધીની રકમ EBR મારફતે સ્વચ્છ ભારત મિશન માટે નાબાર્ડ દ્વારા ઉભા કરવા માટે ભલામણ કરી હતી.


શાળા યુનિફોર્મ યોજના-school uniform scheme વિશે જાણવા અહી  ક્લિક કરો.

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાનો મુખ્ય ઉદ્દેશ-swachch bharat mishan gramin yojna mukhya uddesh

  1. ગામડાઓમાં સ્વચ્છતા અને સ્વાથ્યને બહોળા પ્રમાણમા ઉત્તેજન આપી ખુલ્લામાં શૌચક્રિયા બંધ કરાવી ગ્રામીણ લોકજીવનમાં સુધારો લાવવો. 
  2. આ યોજના અંતર્ગત સલામત અને ટકાઉ સ્વચ્છતા માટે સારી અને ઓછી નવી ખર્ચાળ ટેક્નોલૉજીને પ્રોત્સાહન આપવું. 
  3. આ યોજના અંતર્ગત ગામડાઓમાં જાગૃતિ અભિયાન ચલાવવું અને લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા.
  4. આ યોજના અંતર્ગત એવો ટાર્ગેટ હતો કે 2 જી ઓક્ટોમ્બર 2019 સુધીમાં ગામડાને સંપૂર્ણ સ્વચ્છ બનાવવું. 
  5. સ્વચ્છતાને વધુ મહત્વ આપી ગામડાના લોકોનું જીવન ધોરણમાં સુધારો લાવવો.
  6. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાનો એક ઉદ્દેશ એવો પણ હતો કે SSA ( સર્વ શિક્ષા અભિયાન ) માં આવરી ન લેવાયેલી અને આંગણવાડી અંતર્ગત આવતી શાળાઓમાં વધુ સારી સ્વચ્છતા પૂરી પાડવી. 
મધ્યાહન ભોજન યોજના વિશે જાણવા અહી  ક્લિક કરો. 

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનામાં યોગ્યતાના માપદંડ-swachch bharat mishan gramin yojnama  yogyatana mapdand


ઘટક-(કેટેગરી)

માપદંડ

BPL અને APL કેટેગરીમાં આવતા લોકો માટે વ્યક્તિગત શૌચાલય બાંધકામ

જેમને ઘરે શૌચાલય નથી અને જેમણે આજદિન સુધી આ યોજનાનો લાભ લીધેલ નથી તેવા તમામ પરિવારો આ યોજના નો લાભ લઈ શકે.

સમૂહ શૌચાલય બનાવવા માટે

જે ગામમાં વ્યક્તિગત શૌચાલય બનાવવા માટે જગ્યા ન હોય તેવી ગ્રામ પંચાયત સામૂહિક શૌચાલય બનાવી શકે છે.

રીવોલ્વીંગ ફંડની જોગવાઈ કરેલ લાભાર્થી માટે

ખાસ એવા વ્યક્તિઓ જે એપિએલ કેટેગરીમાં આવતા અને તેની સિવાયના એપીએલ, શૌચાલય બનાવવા સમર્થ ન હોય તેવા

પ્રવાહી તથા ઘન કચરાની નિકાલની વ્યવસ્થા બાબત

આ માટે ગામડામાં રહેતા પરિવારોની સંખ્યા પર આધારિત હોય છે, જેમકે 150, 300, 500, એવી રીતે

 


સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાના પાત્રતાના ધોરણ-swachch bharat mishan gramin yojnani patratana dhoran: 

  • આ યોજના અંતર્ગત જે 2011 માં સર્વે થયેલ તે મુજબ નોંધાયેલા બધાજ બીપીએલ કુટુંબો 
  • એપીએલમાં પાંચ સભ્યોવાળા પરિવારો, અનુસુચિત જાતિના કુટુંબો અને અનુસુચિત જન જાતિના કુટુંબો 
  • નાના અને સીમાંત જે ખેડૂતો હોય તેવા કુટુંબો 
  • જે કુટુંબના વડા મહિલા તેવા કુટુંબો 
  • જે કુટુંબ જમીન વિહોણા હોય તેવા ખેતમજૂર પરિવારો 
  • જે કુટુંબના વડા અપંગ હોય તેવા પરિવારો 

આવાસ યોજના ( AWAS YOJNA ) વિશે જાણવા અહી ક્લિક કરો. 


સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના નો લાભ કેવી રીતે મળે તેની પ્રક્રિયા -swachch bharat mishan gramin yojnano labh kevi rite male teni process: 


  1. સૌપ્રથમ પેલા જે લાભાર્થીને આ શૌચાલય બનાવવા લાભ લેવો હોય તેને ગ્રામ પંચાયતમાં અરજી આપવાની રહેશે. 
  2. તાલુકા લેવલે તાલુકા વિકાસ અધિકારી સાહેબ ગ્રામ પંચાયત દ્વારા ભલામણ કરેલ અરજીને મંજૂરી આપશે અથવા ન આપે. 
  3. મંજૂર થયેલ શૌચાલયનું બાંધકામ લાભાર્થીએ યોગ્ય સમય મર્યાદામાં પૂર્ણ કરવું. 
  4. લાભાર્થી દ્વ્રારા શૌચાલયનું બાંધકામ પૂર્ણ થઈ જાય એટલે ગ્રામ પંચાયત તલાટિ કમ મંત્રીને જાણ કરવાની રહેશે. 
  5. બાંધકામ પૂર્ણ થયાની જાણ તલાટિ કમ મંત્રી ઉપરના અધિકારીને કરશે ત્યારબાદ તાલુકા કે જિલ્લા લેવલના એંજિનિયર તપાસમાં આવી બાંધકામ પૂર્ણ કરેલ છે તેવું પ્રમાણપત્ર આપશે, 
  6. બાંધકામ પૂર્ણ થયાનું પ્રમાણપત્રના આધારે તાલુકા વિકાસ અધિકારી પાસે દરખાસ્ત કરાવીને લાભાર્થીને તેને સહાયની રકમ આપવાની રહેશે.


સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાની અમલીકરણ કરતી સંસ્થા/કચેરી/એજન્સી-swachch bharat mishan gramin yojanani amlikaran karti sastha/kacheri/aejancy



ગ્રામ્ય લેવલે આ યોજના માટે મળો : ગ્રામ પંચાયત કચેરી 

તાલુકા લેવલે યોજનાનો લાભ લેવા માટે : તાલુકા પંચાયત કચેરી 

જિલ્લા લેવલે આ યોજનાનો લાભ લેવા માટે: જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી 


વ્હાલી દીકરી યોજના વિશે જાણવા અહી ક્લિક કરો. 


સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાના ફાયદા અને લાભ-swachch bharat mishan gramin yojna use and benifit


                       ગ્રામ્ય કક્ષાએ જેના ઘરે શૌચાલયની સુવિધા નથી તેને ઉપરની કેટેગરીમાં સમાવેશ થતો હોય તો તેને આ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર થાય છે. ઘરે શૌચાલય બનાવવાથી ઘરથી બહાર શૌચક્રિયા કરવા જવું પડતું નથી. 

                    પેલા જ્યારે શૌચાલય ઘરે ન હોવાથી ઘરની બેહનો અને દીકરીઓ બહાર શૌચક્રિયા કરવા જતી હતી જેથી ઘરમાં મંદવાડ અને અતિ ગંભીર બીમારીઓ ને સામેથી આમંત્રણ આપી આવતા હતા, પણ ઘરે શૌચાલય બનવાથી મંદવાડમાથી મુક્તિ મળી શકે છે, અને ઘરથી દૂર જવું પડતું નથી. ઘરે શૌચાલય હોવાથી શિયાળાની ઠંડી, ચોમાસનો વરસાદ અને ઉનાળાનો તડકો સહન કરવો પડતો નથી. 

                        ઘરમાં રહેતા નાના બાળકો, મોટી ઉમરના વૃધ્ધો, તેમજ અપંગ વ્યક્તિઓ માટે આ યોજના એક આશીર્વાદ સમાન બની રહે છે, કેમકે આ સભ્યોની સંભાળ રાખવામા ઘણો સમય બચી જાય છે.

                   શૌચક્રિયા કરવા બહાર જતાં હોય ત્યારે માખી અને મચ્છરના ઉપદ્રવના કારણે ટાઇફોડ, કોલેરા, ઝાડા-ઉલ્ટી જેવી બીમારીઓ પણ થતી હોય છે, પરંતુ ઘરે શૌચાલય બનવાથી આવી બીમારી આવતી અટકે છે.બાળકોને બાળપણથી જ શૌચાલયમાં શૌચક્રિયા કરવાની આદતથી સારી સમજ અને ટેવ પડે છે. 


સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનામાં કોને કેટલો લાભ મળે?

આ યોજનામાં નીચે મુજબના કોષ્ટક પ્રમાણે લાભ મળે છે. 

વ્યક્તિગત શૌચાલય

પ્રોત્સાહક રકમ

બીપીએલ લાભાર્થી

રૂપિયા 12,000/- ( કેન્દ્ર સરકાર ના 7200/- અને 4800/- રાજ્ય સરકારના)

એપીએલ લાભર્થી ( SC/ST, કુટુંબના વડા વિકલાંગ, જમીન વિહોણા ખેતમજૂર, નાના અને સીમાંત ખેડૂત, કુટુંબના વડા વિધવા )

રૂપિયા 12,000 /- ( કેન્દ્ર સરકારના 7200/- અને 4800/- રાજ્ય સરકારના)

અન્ય કોઈ બાકી રહી જતાં તમામ સામાન્ય કેટેગરીના એપીએલ લાભાર્થીઓ

રૂપિયા 8,000 /- ( રાજ્ય સરકાર તરફથી નિર્મળ ગુજરાત યોજના અને સ્વચ્છતા નિધિ ફંડમાથી )

           ઉપરના કોષ્ટક ઉપરાંત લાભાર્થી પોતાના ખર્ચે સારી સુવિધાવાળું અને પોતાની મરજીથી ગમે તેટલો ખર્ચ કરી શકશે.


કુવરબાઈનું મામેરું યોજના વિશે જાણવા અહી  ક્લિક કરો. 

કેન્દ્ર સરકાર દ્વારા પ્રોત્સાહક એવોર્ડ્સ :-

              કેન્દ્ર સરકાર દ્વ્રારા સ્વચ્છતા અંતર્ગત ગામડાઓ, તાલુકાઓ જિલ્લાઓને ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત બનાવવાની કામગીરીના ભાગ રૂપે " નિર્મળ ગ્રામ પુરસ્કાર યોજના " 2003 ના ઓક્ટોમ્બર માહિનામાં અમલમાં મુકાઇ હતી. 

                      આપણાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતને સામૂહિક શૌચાલય બાંધવા માટે કેન્દ્ર સરકારે પ્રથમ નંબર આપ્યો છે. 2 જી ઓક્ટોમ્બર એટ્લે ગાંધીજી ના જન્મ દિવસ ત્યારે આપણે સ્વચ્છ ભારત દિવસ ઉજવીએ છીએ, આ દિવસની ઉજવણી નિમિત્તે બે અભિયાન ચલાવવામાં આવેલા તેમાં પ્રથમ 1) સ્વચ્છ સુંદર સામૂહિક શૌચાલય અભિયાન અને 2) સામુદાયિક શૌચાલય અભિયાન-2020 આ અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકારે ગુજરાતન પ્રથમ જાહેર કરેલા અને ત્યાર પછી ગુજરાત આખા ભારતમાં સ્વચ્છતાની દ્રષ્ટિમાં પ્રથમ નંબર પર આવ્યું હતું. 

                    જેમાં વલસાડને જિલ્લાની કેટેગરીમાં તૃતીય અને કપરાડાને બ્લોક ની કેટેગરીમાં દ્વિતીય નંબર અપાયો હતો. 

સાર:- 

        ભારત સરકારની આ મહત્વની યોજનાથી લોકોને પોતાના જીવનમાં ઘણો ફાયદો થયો છે, લોકો સ્વચ્છતા તરફ આગળ વધી રહ્યા છે, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ થકી લોકોના જીવન માં અમુલ પરીવર્તન આવ્યું છે.લોકોનું સ્વાથ્ય સુધરી રહ્યું છે. 

Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )

વધુ નવું વધુ જૂનું