બાળ સંજીવની કેન્દ્ર-bal-sanjivani-kendra સરકાર
દ્વારા ગામડામાં તથા શહેરમાં રહેતા કુપોષિત અને આની બીમાર બાળકોના સ્વાથ્ય માટેની
એક પહેલ છે.
બાળ સંજીવની કેન્દ્ર-bal-sanjivani-kendra |
બાળ સંજીવની કેન્દ્ર શા માટે બનાવવાંમાં આવ્યું ?
આ કેન્દ્ર દરેક જિલ્લા લેવલે બનાવવામાં
આવેલ છે. આ બાળ સંજીવની કેન્દ્ર થકી બધા બાળકોને સારવાર આપવામાં આવે છે.
ઘણા ગરીબ વ્યક્તિ આવા ખર્ચ કરી ન શકે.
જ્યારે પોતાનું બાળક કૂપોષિત હોય, ત્યારે પોતાની
પરિસ્થિતીના કારણે દવાખાને જતો નથી.
આપડા દેશમાં કુપોષણ નો દર ઘણા સમય પેલા ખૂબ જ વધુ હતો. તેના માટે સરકાર દ્વ્રારા પ્રયાસ કરવામાં આવ્યો છે.
સરકાર દ્વારા કુપોષણને દૂર કરવા મધ્યાહન ભોજન યોજના પણ ચાલુ કરવામાં આવી હતી.
આરોગ્ય વિશેની માહિતી
આજના સમયમાં ઘણા બાળકો કુપોષણનો ભોગ
બનતા હોય છે. દરેક વ્યક્તિ પોતાના સ્વાથ્ય અંગે ચિંતિત હોય છે.
બધા પોતાના આરોગ્ય વિશે કાળજી રાખતા હોય
છે. વયસ્ક વયના વ્યક્તિ પોતાનું સ્વાથ્ય બગડતું હોય છે. તો પ્રાથમિક આરોગ્ય
કેન્દ્ર કે ખાનગી દવાખાને જતો હોય છે.
પરંતુ,
બાળકોનું આરોગ્ય બગડે તો તે કોને કહે ?. તેને હજુ બોલતા પણ ન આવડતું હોય. અને
પોતાના આરોગ્ય વિશેની માહિતી ન હોય. ત્યારે,
આવા કેન્દ્રો ખૂબ જ મહત્વના બની જતાં હોય છે
બધા વ્યક્તિને આરોગ્ય વિશેની માહિતી હોવી જોઈએ.ઘણા લોકો પોતાના આરોગ્ય અને સ્વાથ્ય વિષે બેપરવાહ હોય છે.
વધુ dekhalo:- કુવરબાઈનું મામેરું યોજના વિશે જાણવા અહી ક્લિક કરો.
આ કેન્દ્રમાં લાભ કોને મળે?
- પાંચ ( 5 ) વર્ષ સુધીના ગામના કે શહેરના અતિ કુપોષિત બાળકોને
આ કેન્દ્ર થકી નાના બાળકોને જ લાભ આપવામાં
આવે છે. જેના થકી બાલ મૃત્યુદાર ઘટાડી શકાય.
બાળ સંજીવની
કેન્દ્રમાં લાભ ક્યાથી મળે?
- આ યોજનાનો લાભ નજીકની સિવિલ હોસ્પીટલમાં મળશે.
યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ
ગામની કે ગામની નજીકમાં આવેલી પ્રાથમિકઆરોગ્ય કેન્દ્ર ની અને બાલ મંદિર હોય છે. ત્યાં ફરજ બજાવતા કર્મચારી દ્વારા
માઇક્રોપ્લાનિંગ કરવામાં આવે છે. ત્યાં ગ્રામ્ય મિટિંગો કરી અને મમતા દિવસ પર 6 થી 5
વર્ષના બાળકોનું વજન કરવામાં આવે છે. ઓછું વજન ધરાવતા અને લાલ
ઝૉનમાં આવતા કુપોષિત બાળકોને બાળ સંજીવની કેન્દ્ર માં મોકલવામાં આવે છે.
બાળ સંજીવની કેન્દ્ર થકી મળતા લાભ અને સહાય
આ કેન્દ્ર થકી નીચે મુજબના લાભો મળવાપાત્ર છે.
- ઓછું વજન ધરાવતા બાળકોને આ કેન્દ્રમાં દાખલ કરી 21 દિવસ સુધી તબીબી
સારવાર આપવામાં આવે છે. ત્યાં તેમણે પોષણયુક્ત નિયમિત પણે આહાર પણ આપવામાં
આવે છે.
- બાળકની માતાને ત્યાં કેન્દ્રમાં લાવવામાં આવે છે. ત્યાં
તેમણે પોષણયુક્ત આહાર ઓછા ખર્ચે કેમ બનાવવો તેનું પ્રશિક્ષણ આપવામાં આવે છે.
- કુપોષિત બાળકની માતાને સ્વચ્છતા અને હાથ ધોવા બાબતે
જાણકારી આપવામાં આવે છે.
- બાલ સંજીવની કેન્દ્ર માં રજા થયા બાદ 15,30,60 દિવસે ફરી
ચેકિંગ માટે બોલાવવામાં આવે છે. જ્યાં તેમનું ગ્રોથ બાબતનું મોનિટરિંગ
કરવામાં આવે છે.
- કુપોષિત બાળકને બાલ સંજીવની કેન્દ્ર માં દાખલ કરવા બદલ
આંગણવાડી કાર્યકર અને આશા વર્કર બહેનોને રૂપિયા 100 આપવામાં આવે છે.
- બાળકને
આ કેન્દ્ર પરથી રજા આપ્યા બાદ 15
દિવસ,30 દિવસ,કે 60 દિવસે ફોલોઅપ
મુલાકાત પૂરી કરે ત્યારે બાળક દીઠ ફરીવાર 100
રૂપિયા આપવામાં આવે છે.
- બાળકી માતાને સારવાર દરમિયાન એટલેકે મજુરીના રૂ.100 પ્રતિદિન 21 દિવસ સુધી
ચૂકવવામાં આવે છે.
ટિપ્પણી પોસ્ટ કરો
Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )