ઓબીસી સમાજ માટે લોન- obc-loan-scheme

 ઓબીસી સમાજ માટે લોન- obc-loan-scheme

ઓબીસી સમાજ માટે ગુજરાત સરકારે લોન માટે ઓનલાઇન અરજીઓ મંગાવી છે. સરકાર અલગ અલગ સમાજોને પોતાની અલગ નિગમો બનાવી છે.

ઓબીસી સમાજ માટે લોન- obc-loan-scheme
ઓબીસી સમાજ માટે લોન- obc-loan-scheme


અલગ અલગ નિગમો જે સમાજ માટે બનાવવામાં આવેલ છે, તે પ્રમાણે તે કામ કરે છે. વિવિધ સમાજોના નિગમો સરકારમા છે.

તે વિવિધ નિગમોને એક ચોકકચ જ્ઞાતિ કે સમાજ ના વિકાસ અને તેના પ્રશ્નો મુદ્દે કામ કરવાનું હોય છે. તે મુજબ આ પેલા પણ ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ હેઠળ તે એક સમાજને આ પ્રકારની યોજના બહાર પાડી અરજીઓ મંગાવવામાં આવી હતી.

આજે ઓબીસી સમાજ માટે લોનની યોજના સરકાર લાવી છે. તો ચાલો જોઈએ શું છે આ યોજના? કેવી રીતે લાભ મળે? શું ડૉક્યુમેન્ટ જોઈએ? ફોર્મ ક્યાં ભરવાનું? કેટલી લોન યોજનાઓ છે? વિવિધ મુદ્દા વિશે વિસ્તારથી જાણીશું.

વધુ dekhalo:-  મધ્યાહન ભોજન યોજના વિશે જાણવા અહી ક્લિક કરો. 


ઓબીસી સમાજ માટે લોન ની યોજનામાં નીચે મુજબના વિવિધ મુદ્દા પર વાત કરવામાં આવી છે.

  1.          ઓબીસી સમાજ માટે લોન નો લાભ કોને કોને મળે ?
  2.          કેટલી યોજના સરકાર લાવી છે?
  3.          કેટલી લોન આપશે અને તેનો વ્યાજદર શું રહેશે?
  4.          શું ડૉક્યુમેન્ટ જોઈએ.?
  5.          આ યોજનાનુ ફોર્મ ક્યાં ભરવાનું ?
  6.          ક્યાં ક્યાં ડૉક્યુમેન્ટ જોઈએ?
  7.          કઈ યોજનામા કેટલી લોન અને કેટલા વ્યાજદરથી આપે છે?
  8.       યોજનાની છેલ્લી તારીખ કઈ છે ? અને ધ્યાનમાં રાખવાની બાબતો.


વધુ dekhalo:-  કુવરબાઈનું મામેરું યોજના વિશે જાણવા અહી ક્લિક કરો. 


ઓબીસી સમાજ માટે લોન નો લાભ કોને કોને મળે ?

આ વિવિધ લોનની યોજનાઓનો લાભ ગુજરાતમાં વસતા તમામ ઓબીસી સમાજના લોકોને મળે છે. ગુજરાત રાજયમાં બહોળા પ્રમાણમા ઓબીસી સમાજ વસે છે. ઓબીસી સમાજ એટલેકે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ.

ઓબીસી સમાજ માટે લોનની યોજના એક આશીર્વાદ રૂપ છે. કારણકે, ઘણા ઓબીસી સમાજના યુવાનો પોતાની ઘરની પરિસ્થિતી નબળી હોવાથી ક્યાક સારો ધંધો કરી શકતા નથી. તો ક્યાક આ સમાજ ગરીબીને કારણે પોતાના ટેલેન્ટેડ છોકરાને આગળ ભણાવી શકતા નથી. આજે ઘણા ઘર એવા છે કે તે પોતાની પારંપરિક કળા કૌશલ ધરાવતો હોય છતાં, ક્યાક પૈસાની તંગીને કારણે આગળ આવી શકતો નથી.

આપડા આ ઓબીસી સમાજના આર્થિક પ્રશ્નને સરકારે વાચા આપી છે. ત્યારે ખૂબ બહોળા પ્રમાણમા આ વિવિધ યોજનાનો લાભ લોકો લે.

અલગ અલગ 8 પ્રકારની લોનની અરજીઓ સરકાર મારફત મંગાવવામાં આવી છે. તો તેમાં અરજદારને પોતાના ફિલ્ડમાં કામ કરતાં હોય અથવા કોઈપણ ક્ષેત્રમાં અનુભવ હોય તે લોકો આ યોજનાનો લાભ મેળવી શકે છે.

વધુ dekhalo:- સરકારની તમામ આવાસ યોજના વિશે જાણવા અહી ક્લિક કરો. 


ઓબીસી સમાજ માટે લોન માં કેટલી યોજના સરકાર લાવી છે ?

ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા ઓબીસી સમાજ માટે અલગ અલગ 8 પ્રકારની લોનની યોજનાઓ સરકાર લાવી છે. જે નીચે મુજબ છે.

·         નીચે આપેલી બધી યોજનાઓની ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

1.      પશુપાલન યોજના

2.      નાના ધંધા / વ્યવસાય લોન યોજના

3.      પરિવહન યોજના

4.      ઉચ્ચ શૈક્ષણિક યોજના

5.      સ્વયં સક્ષમ યોજના

6.      માઇક્રોફાઇનાન્સ યોજના

7.      મહિલા સમૃધ્ધિ યોજના

8.      નવી સ્વર્ણિમ યોજના

ઓબીસી સમાજ માટે લોન માટેની યોજનામા ઉપર મુજબની યોજનાઓ છે.

કેટલી લોન આપશે અને તેનો વ્યાજદર શું રહેશે?

·         અલગ અલગ 8 પ્રકારની યોજના માટે નીચે મુજબની લોન માટે કેટલા રૂપિયા અને તેનો વાર્ષિક વ્યાજદર આપેલો છે.

 

ક્રમ

કઈ યોજના ?

કેટલા રૂપિયાની લોન ?

કેટલો વ્યાજદર ?

પશુપાલન યોજના

1 લાખ રૂપિયા

6 %

નાના ધંધા/વ્યવસાય લોન

2 લાખ રૂપિયા

6 %

પરિવહન યોજના

2 લાખ રૂપિયા

6 %

ઉચ્ચ શૈક્ષણિક યોજના

10 લાખ

3.5 થી 4 %

સ્વયં સક્ષમ યોજના

5 લાખ

6 %

માઇક્રોફાઇનાન્સ યોજના

1.25 લાખ

5 %

મહિલા સમૃધ્ધિ યોજના

1.25 લાખ

4 %

8

નવી સ્વર્ણિમ યોજના

2 લાખ

5 %

ઓબીસી સમાજ માટે લોન અને તેનો વ્યાજદર

શું ડૉક્યુમેન્ટ જોઈએ.?

·         નીચે મુજબના ડૉક્યુમેન્ટ જોઈએ.અલગ અલગ યોજના મુજબ અલગ અલગ ડૉક્યુમેન્ટ જોઈએ. અહી ફક્ત બેજીક ડૉક્યુમેન્ટ આપેલા છે.

o    અરજદારનું સ્કુલલિવિંગ સર્ટિફિકેટ

o    રેશનકાર્ડ

o    આધારકાર્ડ

o    જાતિનો દાખલો

o    આવકનો દાખલો

o    કોઈપણ કામના અનુભવનો દાખલો

o    કોટેશન બીલ

o    બેન્ક પાસબુક

ઉપરના બધા જ ડૉક્યુમેન્ટ માં પોતે નીચે સહી કરી સ્વ-પ્રમાણિત નકલ કરી લેવી ફરિજિયાત છે.

વધુ વાંચો :  સુકન્યા સમૃધ્ધિ યોજના 


ઓબીસી સમાજ માટે લોન ની યોજનામાં ફોર્મ ક્યાં ભરવું ?

ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા ઓબીસી સમાજ માટે 8 પ્રકારની લોનની યોજના માટે લોકોએ ક્યાય પણ કચેરીએ જવાનું નથી. કેમકે, આ બધી યોજનાઓ ઓનલાઇન કરી દેવામાં આવી છે. તેમજ તમે પોતાની જાતે પણ ઓનલાઇન અરજી કરી શકો છો.

આ યોજનાની છેલ્લી તારીખ કઈ છે ? અને ધ્યાનમાં રાખવાની બાબતો.

આ યોજનાની છેલ્લી તારીખ : 05/02/2021 છે. આજથી એક મહિના સુધી આ લોનની યોજનાના ફોર્મ ભરાશે.

  • ધ્યાનમાં રાખવાની બાબતો.
    • ઓનલાઇન ફોર્મ ભરતી વખતે તમામ ડૉક્યુમેન્ટ તેમાં માંગેલા ફોર્મેટમાં જ અપલોડ કરવાના રહેશે.
    • જે અરજદાર લોન લેવા ઈચ્છતો હોય તેને 05/02/2021 સુધીમાં અરજી કરવાની રહેશે.
    • અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિનો હોવો જોઈએ.
    • અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 3 લાખથી ઓછી હોવી જોઈએ.
    • અરજદારની ઉમર 05/01/2021 ના દિવસે ધંધા વ્યવસાય માટે 21 થી 45 વર્ષ સુધીની હોવી જોઈએ.
    • અરજી કરતી વખતે આધાર નંબર લિન્ક હોય તે જ બેન્ક ખાતાની વિગતો આપવાની રહેશે

તમારા નજીકના ઓનલાઇન ફોર્મ ભરતા હોય ત્યાં જઇ અથવા સાઇબર કાફેમાં જઈ તમે આ યોજનાઓનો લાભ લઈ શકો છો.

તમારી જાતે તમારે ફોર્મ ભરવું હોય તો નીચેની લિન્ક પર ક્લિક કરો . ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ







Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )

ટિપ્પણી પોસ્ટ કરો

Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )

Post a Comment (0)

વધુ નવું વધુ જૂનું