સરસ્વતી સાધના સાઇકલ યોજના અનુસુચિત જાતિની કન્યાઓ માટે છે. ધોરણ 9 માં અભ્યાસ તેમજ મુસાફરી કરતી કન્યા માટે છે.
સરસ્વતી સાધના સાઇકલ યોજના |
આ યોજના વિશે પણ વાંચો. સુકન્યા સમૃધ્ધિ યોજના
આ યોજના શહેર તેમજ ગામડામાં રહેતી અનુસુચિત જાતિની કન્યાઓ માટે છે. અમુક દીકરીઓને પોતાની સ્કુલ ઘરથી દૂર હોય છે.
સરસ્વતી સાધના સાઇકલ યોજના શા માટે લાવવામાં આવી ?
અનુસુચિત જાતિની કન્યાઓ માટે છે.
અમુક દીકરીઓને પોતાની સ્કુલ ઘરથી દૂર હોય છે.
તે દરરોજ બસ મારફત કે ચાલીને સ્કૂલે જતી હોય છે. સરકાર આ બાબતે
વિચાર કરીને યોજના લાવી છે. અનુસુચિત જાતિની કન્યા વધારે અભ્યાસ કરી આગળ વધે.
ડ્રોપ આઉટ રેશિયો ઘટે, તેના માટે સરકાર દ્વારા પ્રયાસો થઈ
રહ્યા છે. નાની વયના બાળકો તેમજ બાળકીઓ સ્કૂલે કે બાલ મંદિરમાં જતાં થાય તેના માટે
પણ મધ્યાહન ભોજન યોજના અમલમાં છે.
આ વિવિધ યોજનાથી ગરીબ અને મધ્યમ પરિવારની કન્યાઓ સ્કૂલે જતી થાય, તેમજ આગળ અભ્યાસ કરી સફળતા પ્રાપ્ત કરી શકે છે.
·
આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી
આપણે આજે જાણીશું. જે નીચે મુજબ છે.
સરસ્વતી સાધના સાઇકલ યોજના માં કોને લાભ મળે?
·
નીચે આપેલા નિયમ પ્રમાણે હોય તો
લાભ મળે.
1. અનુસુચિત જાતિની કન્યા હોવી જોઈએ.
2. કન્યા ધોરણ 9 માં અભ્યાસ કરતી હોવી જોઈએ.
3. ગ્રામ્ય વિસ્તારમાં રહેતી કન્યાના માતાપિતાની વાર્ષિક આવક રૂપિયા 1,20,000
થી વધુ હોવી જોઈએ નહીં.
4. શહેરી વિસ્તારમાં રહેતી કન્યાના માતાપિતાની વાર્ષિક આવક રૂપિયા 1,50,000
થી વધુ હોવી જોઈએ નહીં.
સરસ્વતી સાધના સાઇકલ યોજના નો લાભ ક્યાથી મળે?
·
નીચે આપેલા સરકારી સ્થળ પર અરજી
કરવાથી લાભ મળે.
1. નાયબ નિયામક,અનુસુચિત જાતિ કલ્યાણની
કચેરી-શહેરી વિસ્તાર માટે
2. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા પંચાયત-ગ્રામ્ય વિસ્તાર માટે
3. સમાજ કલ્યાણ નિરીક્ષકશ્રી ( સબંધિત તાલુકામાં )
ઉપર મુજબના સ્થળ પર અરજી કરી શકાશે.
આ યોજનામાં કેટલો લાભ મળે?
- આ યોજનામાં કન્યાઓને સાઇકલ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.
a આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં ક્યાં પુરાવાઓ જોઈએ.?
- નીચે મુજબના પુરાવાઓ જોઈએ.
1. આવકનો દાખલો
2. જાતિનો દાખલો
3. સ્કૂલની ફી ભર્યાની પહોચ અથવા
4. 9 માં ધોરણમાં અભ્યાસ કરે છે તેવો પુરાવો
આ યોજના પહેલા દીકરી કેવી રીતે અભ્યાસ કરતી?
પહેલા જ્યારે દીકરી ઘરેથી તૈયાર થતી. ત્યારપછી સ્કૂલે ભણવા માટે
જતી. કન્યાને ઘરનું કામ પણ હોય છે. ત્યારબાદ, સ્કૂલની લેશન સાથે કરવું પડતું હોય છે. તેવામાં સ્કૂલ દૂર હોવાથી
થોડું મોડુ પણ પહોચાતું હોય છે.
જ્યારે આટલી મુસીબતોનો સામનો કરી કન્યાઓ સ્કૂલે જતી હોય છે. ત્યારે
ક્યારેક કન્યાઓ ઘરના અને સ્કૂલના કામને કારણે શાળાએ જવાનું બંધ પણ કરી દેતી હોય
છે. જેનાથી ડ્રોપ આઉટ રેશિયો વધતો હતો.
આ ટેકનોલોજીના યુગના જડપી જમાનામાં કોઈ પાસે સમય હોતો નથી. જ્યારે
બાળકીઓ ક્યારેક અમુક અંતરે સ્કૂલ આવેલી હોય ત્યારે બસની રહે રહેતી હોય છે. બસમાં પણ ઘણી ટ્રાફિક હોય તો ક્યારેક ચડી પણ ન શકાય. બસમાં ચડતી
વેળાએ ધક્કામુક્કી પણ થતી હોય છે. ક્યારેક ઝગડો પણ જતો હોય છે.
પરંતુ, આ યોજનથીઓ હવે આવી બધી સમસ્યાઓનો
અંત આવી ગયો છે. બાળકીઓ આરામથી પોતાને મળેલી સાઇકલથી સ્કૂલે જાય છે. આવન-જાવન નો
સમય પણ બચી જાય છે. સ્કૂલે મોડુ પહોચતું નથી. ઘરનું અને સ્કૂલનું બંને કામ સમય
મુજબ થઈ જાય છે.
ટિપ્પણી પોસ્ટ કરો
Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )