વિદ્યાર્થીના મનની વાત-Speaking of the student's mind

પ્રસ્તાવના 

વિદ્યાર્થીના મનની વાત આજના સમયમાં જરૂરી બની ગઈ છે. કેમકે, આજનો વિદ્યાર્થી પોતાના જીવનના દરેક સ્ટેજમાં શું અનુભવે છે?. તેની વાત કરવી જરૂરી છે. ક્યારેક, પોતે ઉદાસ હોય તો, ક્યારેક, ખુશહાલ. ક્યારેક પોતે મુંજવણ પણ અનુભવતો હોય છે.


વિદ્યાર્થીના મનની વાત-Speaking of the student's mind
વિદ્યાર્થીના મનની વાત-Speaking of the student's mind

વધુ dekhalo:-  મધ્યાહન ભોજન યોજના વિશે જાણવા અહી ક્લિક કરો. 


વિદ્યાર્થીના મનની વાતના મુખ્ય મુદ્દા 

  •       વિદ્યાર્થીનું શરૂઆતી જીવન
  •     તેને થતાં કડવાશના અનુભવ
  •     વિદ્યાર્થીને મળતા પ્રોત્સાહક ઇનામો કે શાબાશી ના અનુભવ
  •     પરીક્ષા અને તણાવ ના અનુભવો
  •     વિદ્યાર્થીની અમુક જવાબદારીઓ
  •     નોકરીની સમસ્યા અને સમાજનું દબાણ
  •     પોતાનું કેરિયર એટલેકે ભવિષ્યમાં ક્યાં સેક્ટર કે ફિલ્ડમાં આગળ વધવું તેની સમસ્યા.

આજે એક પછી એક ક્રમશઃ ઉપરના મુદ્દાની વાત કરવાની છે.

વધુ dekhalo:-  કુવરબાઈનું મામેરું યોજના વિશે જાણવા અહી ક્લિક કરો. 


વિદ્યાર્થીનું શરૂઆતી જીવન 


                 વિદ્યાર્થી ત્યારે વિદ્યાર્થી બને છે કે જ્યારે તે સ્કૂલમાં ભણવા માટે જાય છે. વિદ્યાર્થીના જીવનના પ્રારંભિક જીવનમાં જ્યારે તે બાલમંદિર માં પ્રવેશ મેળવે ત્યારેજ તે વિદ્યાર્થી બનતો હોય છે. જ્યારે તે વિદ્યાર્થી બને છે ત્યારે તેના માતા-પિતા ને પોતાના પુત્ર માટે જોયેલું સપનાનું પેલું પગથિયું ચડતો દેખાય છે.

         જ્યારે બાલમંદિરમા અભ્યાસ કરવા માટે જાય છે ત્યારે ખૂબ જ મુશ્કેલી અનુભવતો હોય છે. માતા-પિતા ને બાલ મંદિરમાં મૂકવા જવું પડે છે. બાલ મંદિરમાં મૂકવા જતી વખતે ખૂબ જ હેરાન કરે, ક્યારેક ધમ-પછાડા કરે, બૂમ બરાડા પાડે આવી બધી મુશ્કેલીઓ વિદ્યાર્થીના વાલીને પડતી હોય છે.


                   બાલમંદિરમા પોતાના આસપાસના બાળકો પણ અભ્યાસ કરવા આવતા હોય છે. ત્યાથીજ પોતાના વિદ્યાર્થી જીવનમાં મિત્રો બનવાનું શરૂ થતું હોય છે. ત્યારથીજ પોતાના વિસ્તારના બાળકો એકબીજાના સંપર્કમાં આવતા હોય છે. બાલમંદિરમા તે પ્રાથમિક શિક્ષણ નો પાયરૂપી અભ્યાસ કરે અને ત્યાથી તે ક.ખ.ગ. બોલવાનું શરૂ કરે છે. ગણિતમાં 1.2.3. એટલેકે એકડા અહીથી જ શીખે છે. પોતાના જીવનનો શિક્ષણરૂપી પાયો બાલમંદિરથી નખાય છે.

સરકારની તમામ આવાસ યોજના વિશે જાણવા અહી ક્લિક કરો. 


               પોતાના વિસ્તારમાં આવેલુ નંદઘર એટલેકે બાલમંદિરમાં બાળકોને અભ્યાસમાં રસ લાગે એટલા માટે દરરોજ નવીનતમ વાનગીઓ આપવામાં આવે છે. તે વાનગીઓ આજેપણ દરેક લોકોને યાદ હોય છે. ક્યારેક કઢી શાક , સુખડી, દાળ ઢોકળી, લાપસી, ઠોકળા એ મજા જિંદગીમાં અવિસ્મરણીય હોય છે.



વિદ્યાર્થીના મનની વાત માં તેના જીવનના કડવાશના અનુભવો વિશે વાત કરીશું.


              જ્યારે કોઈપણ વિદ્યાર્થી કે વ્યક્તિ એક માહોલ થી બીજા માહોલમાં જાય છે. ત્યારે થોડો અલગ અનુભવ થતો હોય છે.


                 જ્યારે પરિસ્થિતી અનુકૂળ ન હોવાથી વિદ્યાર્થી થોડો unconfortable મહેસુસ કરે છે. વિદ્યાર્થી બાલમંદિરમાથી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા જાય ત્યારે સ્કૂલમાં નવા મિત્રો સાથે નવા શિક્ષકો મળે છે. તેની સાથે મનમેળ અને દોસ્તી કરતાં વાર લાગતી હોય છે. ત્યારે વિદ્યાર્થી કઈક નવુજ અનુભવ કરતો હોય છે. વિદ્યાર્થીના આ પ્રાથમિક શાળાના અભ્યાસ સમયે પાયાનું જ્ઞાન અને સમજણ મેળવવા પ્રયત્નશીલ રહેતો હોય છે.

        વિદ્યાર્થીને શિક્ષકથી કશું કહેવાઈ ગયું છે. ક્યારેક હોમવર્ક ભુલથી ન લખાયું હોય . ત્યારે તેને કડવાહટ અનુભવાતી હોય છે.


વિદ્યાર્થીને મળતા પ્રોત્સાહક ઇનામો કે શાબાશી ના અનુભવ


             વિદ્યાર્થીના મનની વાતમાં આ અનુભવ એક પ્રેરક અને સફળતા પાછળનું એક મોટું કારણ બની જાય છે.


             સ્કૂલના કોઈ કાર્યક્રમ કે ઉત્સવોમાં કે પછી પરીક્ષામાં પહેલા નંબરે પાસ થયો હોય ત્યારે મળતા ઇનામોથી તેને અલગ ઉત્સાહ અને મોજ ની ફોરમો ચૂંટતી હોય છે. ક્યારેક સૌથી અલગ વિદ્યાર્થી હોય તેવું લાગતું હોય છે. તેને સૌથી અલગ માન સન્માન મળે છે અને વિશેષ વિદ્યાર્થી હોય તેવો અનુભવ કરતો હોય છે. રાષ્ટ્રીય કાર્યક્રમોમાં સાંસ્ક્રુતિક પ્રવૃતિમાં ભાગ લેતો હોય અને તેમાં વિશેષ મહેમાનો સામે તેની કળાનું પ્રદર્શન કરી ઈનામ મેળવે. તે ઈનામ તેના જીવનના વિશેષ પળમાં અને યાદગાર મોમેન્ટમાં શામેલ થતું હોય છે. આ અનુભવો તેમના જીવનના અવિસ્મરણીય પળોમાના એક હોય છે. તે ક્યારેય તેને ભૂલી શકતો નથી. તે ગમે તેવો ધનવાન વ્યક્તિ હોય કે મોટો ઓફિસર કે પછી મોટો નેતા આ સ્કૂલમાં વિતાવેલી પળો ભૂલી શકતો નથી.


વિદ્યાર્થીના મનની વાત માં પરીક્ષા અને તણાવ ના અનુભવો વિશે થોડી સર્ચા.


          જે શિખેલું છે તે કેટલું આવડે છે? તે જોવું હોય તો પરીક્ષા આપવી પડે. પરીક્ષા આપી તે પોતાનું ટેલેન્ટ સાબિત કરી શકે છે.


          ઘણા વિદ્યાર્થી પરીક્ષા આપવાથી ડર અનુભવતા હોય છે. કારણકે, પોતાના માતા-પિતા ના દબાણ અને તેને સમાજની બરોબરી કરવામાં,ક્યારેક વિદ્યાર્થી વચ્ચે પિછાતો હોય છે. ઘણીવાર વિદ્યાર્થીના વાલી દ્વ્રારા દબાણ કરવામાં આવતું હોય છે. વિદ્યાર્થીને કે પોતાના બાળકને ક્યાં વિષયમાં વધુ રસ છે?. તેની પાસે કઈ બાબતનું ટેલેન્ટ છે ?. તે પુછયા વગર પોતાના નિર્ણયો વિદ્યાર્થીને ભાર આપતા હોય છે.


          ક્યારેક વિદ્યાર્થી વધારે દબાણ અનુભવવાના કારણે મોતને વ્હાલું કરતો હોય. આવા પ્રકારનો નિર્ણયને હું સખત શબ્દોમાં વખોડું છું.

           વિદ્યાર્થીના મનની વાત જાણવી જોઇએ. તેને ક્યાં ફિલ્ડમાં વધારે રસ છે? તેમની પાસે ક્યૂ ટેલેન્ટ છે?. તેને શું કરવું છે?. આ બધુ વિચારી, પૂછીને, પોતાના સંતાનને બેસાડી પૂછવુ જોઇએ. તેને માનસીક રીતે પ્રતાડિત ન કરી અને તેને ગમે તે ફિલ્ડમાં પ્રોત્સાહિત કરવા જોઈએ.


           આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ હવે " પરીક્ષા પે સર્ચા " જેવા કાર્યક્રમો આપી, વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરે છે. તો માતા-પિતાની પણ ફરજ બને છે કે પોતાના દીકરા કે દીકરીને પોતાની ઈચ્છા મુજબના ફિલ્ડમાં ભણાવો અને તેને આગળ વધવામાં મદદરૂપ બનો. જેથી વિદ્યાર્થી ખૂબ તેજી થી આગળ વધી શકે.


 વ્હાલી દીકરી યોજના જાણવા અહી ક્લિક કરો. 



વિદ્યાર્થીની અમુક જવાબદારીઓ


      ઘણા માતા-પિતા ઘરના કામમાં વધુ વ્યસ્ત રહેતા હોય છે. ગરીબ અને મધ્યમ પરિવારના બાળકોને થોડી વધુ જવાબદારી હોય છે.


       ગરીબ અને મધ્યમ પરિવારના બાળકો અભ્યાસની સાથો સાથ ઘરની જવાબદારી પણ નિભાવતા હોય છે. માતાપિતા મજુરી કરતાં હોય.


             ઘણીવાર વિદ્યાર્થી ઘરની અને બહારની જવાબદારીઓ પણ પૂરી કરવાનો પ્રયત્ન કરતો હોય છે. તે શાળાએથી આવી ઘરનું કામ કરે અને સમય વધે તો અભ્યાસ કરતો હોય છે. એવા વિદ્યાર્થી ખૂબ જ હોશિયાર પણ હોય છે. વિદ્યાર્થીની અભ્યાસ પ્રત્યે પણ જવાબદારી બને છે. જ્યારે તે અભ્યાસ કરતો હોય તો તેની પણ દરરોજ હોમવર્ક પૂરું કરવાની જવાબદારી બને છે. માતાપિતાના અભ્યાસ પાછળ કરેલ ખર્ચ એટલેકે રોકાણ નું યોગ્ય વળતર આપવાની પણ જવાબદારી બને છે. દરેક વ્યક્તિની અલગ અલગ જવાબદારીઓ હોય છે. જેને દરેકે પૂરી કરવી જોઈએ. જવાબદારીમાથી છટકવું જોઈએ.


નોકરીની સમસ્યા અને સમાજનું દબાણ


દરેક માતાપિતાનું એક સપનું હોય છે કે મારૂ બાળક ભણી ગણી સારી એવી નોકરી કરે.


            ઘણા માતાપિતા પોતાનું કેરિયર પોતાના દીકરાને આપવા માંગતા હોય છે. પરંતુ આ એક પોતાના બાળકા પર થોપેલો નિર્ણય છે.

           અમુક નિર્ણય પોતાના દીકરાને પૂછીને લેવો જોઈએ. આપડા સમાજમાં ઘણા લોકો એવા હોય છે, કે તેને કઈ ખબર પડતી નથી. તેવાજ લોકો છોકરાની નોકરીનું પૂછતા જોવા મળે છે. તેવા લોકોએ પોતાની જિંદગીમાં કશું કર્યું હોય એ બીજાની જિંદગીમાં ડોકિયા કરતાં હોય છે. તેના પરિણામે વિદ્યાર્થી નોકરીની બાબતમાં મુંજવણ અનુભવતો હોય છે.


ઘણા વિદ્યાર્થીના સપના અલગ હોય છે. પરંતુ તેને પૂરા કરવા પાછળ ઘણો સમય પસાર કરવો પડતો હોય છે.



 

Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )

ટિપ્પણી પોસ્ટ કરો

Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )

Post a Comment (0)

વધુ નવું વધુ જૂનું