ઠાકોર અને કોળી સમાજ માટે લોન- thakor-koli-loan-scheme

 

ઠાકોર અને કોળી સમાજ માટે લોન ગુજરાત સરકારે ઓનલાઇન અરજીઓ મંગાવી છે. સરકાર અલગ અલગ સમાજોને પોતાની અલગ નિગમો બનાવી છે.

આ યોજના ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ-ગાંધીનગર અંતર્ગત આપવામાં આવશે. 

ઠાકોર અને કોળી સમાજ માટે લોન
ઠાકોર અને કોળી સમાજ માટે લોન


અલગ અલગ નિગમો જે સમાજ માટે બનાવવામાં આવેલ છેતે પ્રમાણે તે કામ કરે છે. વિવિધ સમાજોના નિગમો સરકારમા છે.

તે વિવિધ નિગમોને એક ચોકકચ જ્ઞાતિ કે સમાજ ના વિકાસ અને તેના પ્રશ્નો મુદ્દે કામ કરવાનું હોય છે. તે મુજબ આ પેલા પણ ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ હેઠળ તે એક સમાજને આ પ્રકારની યોજના બહાર પાડી અરજીઓ મંગાવવામાં આવી હતી.

આજે ઠાકોર અને કોળી સમાજ માટે લોન ની યોજના સરકાર લાવી છે. તો ચાલો જોઈએ શું છે આ યોજનાકેવી રીતે લાભ મળેશું ડૉક્યુમેન્ટ જોઈએફોર્મ ક્યાં ભરવાનુંકેટલી લોન યોજનાઓ છેવિવિધ મુદ્દા વિશે વિસ્તારથી જાણીશું.


વધુ dekhalo:-  મધ્યાહન ભોજન યોજના વિશે જાણવા અહી ક્લિક કરો. 




ઠાકોર અને કોળી સમાજ માટે લોન ની યોજનામાં નીચે મુજબના વિવિધ મુદ્દા પર વાત કરવામાં આવી છે.

  1.          ઠાકોર અને કોળી સમાજ માટે લોન નો લાભ કોને કોને મળે ?
  2.          કેટલી યોજના સરકાર લાવી છે?
  3.          કેટલી લોન આપશે અને તેનો વ્યાજદર શું રહેશે?
  4.          શું ડૉક્યુમેન્ટ જોઈએ.?
  5.          આ યોજનાનુ ફોર્મ ક્યાં ભરવાનું ?
  6.          ક્યાં ક્યાં ડૉક્યુમેન્ટ જોઈએ?
  7.          કઈ યોજનામા કેટલી લોન અને કેટલા વ્યાજદરથી આપે છે?
  8.       યોજનાની છેલ્લી તારીખ કઈ છે ? અને ધ્યાનમાં રાખવાની બાબતો.

 


વધુ dekhalo:-  કુવરબાઈનું મામેરું યોજના વિશે જાણવા અહી ક્લિક કરો. 


 

ઠાકોર અને કોળી સમાજ માટે લોન નો લાભ કોને કોને મળે ?

આ વિવિધ લોનની યોજનાઓનો લાભ ગુજરાતમાં વસતા તમામ ઠાકોર અને કોળી સમાજ ના લોકોને મળે છે. ગુજરાત રાજયમાં બહોળા પ્રમાણમા ઠાકોર અને કોળી સમાજ વસે છે.

ઠાકોર અને કોળી સમાજ માટે લોન ની યોજના એક આશીર્વાદ રૂપ છે. કારણકેઘણા ઠાકોર અને કોળી સમાજના યુવાનો પોતાની ઘરની પરિસ્થિતી નબળી હોવાથી ક્યાક સારો ધંધો કરી શકતા નથી. તો ક્યાક આ સમાજ ગરીબીને કારણે પોતાના ટેલેન્ટેડ છોકરાને આગળ ભણાવી શકતા નથી. આજે ઘણા ઘર એવા છે કે તે પોતાની પારંપરિક કળા કૌશલ ધરાવતો હોય છતાંક્યાક પૈસાની તંગીને કારણે આગળ આવી શકતો નથી.

આપડા આ ઠાકોર અને કોળી સમાજના આર્થિક પ્રશ્નને સરકારે વાચા આપી છે. ત્યારે ખૂબ બહોળા પ્રમાણમા આ વિવિધ યોજનાનો લાભ લોકો લે.

અલગ અલગ પ્રકારની લોનની અરજીઓ સરકાર મારફત મંગાવવામાં આવી છે. તો તેમાં અરજદારને પોતાના ફિલ્ડમાં કામ કરતાં હોય અથવા કોઈપણ ક્ષેત્રમાં અનુભવ હોય તે લોકો આ યોજનાનો લાભ મેળવી શકે છે.


વધુ dekhalo:- સરકારની તમામ આવાસ યોજના વિશે જાણવા અહી ક્લિક કરો. 




ઠાકોર અને કોળી સમાજ માટે લોન માં કેટલી યોજના સરકાર લાવી છે ?

ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા ઠાકોર અને કોળી સમાજ માટે અલગ અલગ 6 પ્રકારની લોનની યોજનાઓ સરકાર લાવી છે. જે નીચે મુજબ છે.

·         નીચે આપેલી બધી યોજનાઓની ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

 

1.      નાના ધંધા / વ્યવસાય લોન યોજના

2.      વાહન લોન યોજના

3.      ઉચ્ચ શૈક્ષણિક યોજના

4.      સ્વયં સક્ષમ યોજના

5.      માઇક્રોફાઇનાન્સ યોજના

6.      મહિલા સમૃધ્ધિ યોજના

 

ઠાકોર અને કોળી સમાજ માટે લોન માટેની યોજનામા ઉપર મુજબની યોજનાઓ છે.

કેટલી લોન આપશે અને તેનો વ્યાજદર શું રહેશે?

·         અલગ અલગ 6 પ્રકારની યોજના માટે નીચે મુજબની લોન માટે કેટલા રૂપિયા અને તેનો વાર્ષિક વ્યાજદર આપેલો છે.

 

 

ક્રમ

યોજનાનુ નામ

કેટલી લોન આપશે ?

વ્યાજદર

( વાર્ષિક )

1

નાના ધંધા/વ્યવસાય લોન યોજના

2 લાખ

6 % વાર્ષિક

2

વાહન લોન યોજના

4 લાખ

6 %

3

ઉચ્ચ શૈક્ષણિક યોજના

15 લાખ

3.5% છોકરી માટે

4 % છોકરા માટે

4

સ્વયં સક્ષમ યોજના

5 લાખ

6 % વાર્ષિક

5

માઇક્રોફાઇનાન્સ યોજના

 80000 હજાર

5 % વાર્ષિક

6

મહિલા સમૃધ્ધિ યોજના

1.25 લાખ

4 % વાર્ષિક

 

 

 

શું ડૉક્યુમેન્ટ જોઈએ.?

·         નીચે મુજબના ડૉક્યુમેન્ટ જોઈએ.અલગ અલગ યોજના મુજબ અલગ અલગ ડૉક્યુમેન્ટ જોઈએ. અહી ફક્ત બેજીક ડૉક્યુમેન્ટ આપેલા છે.

o    અરજદારનું સ્કુલલિવિંગ સર્ટિફિકેટ

o    રેશનકાર્ડ

o    આધારકાર્ડ

o    જાતિનો દાખલો

o    આવકનો દાખલો

o    કોઈપણ કામના અનુભવનો દાખલો

o    કોટેશન બીલ

o    બેન્ક પાસબુક

ઉપરના બધા જ ડૉક્યુમેન્ટ માં પોતે નીચે સહી કરી સ્વ-પ્રમાણિત નકલ કરી લેવી ફરિજિયાત છે.


વધુ વાંચો :  સુકન્યા સમૃધ્ધિ યોજના 


 

ઠાકોર અને કોળી સમાજ માટે લોન ની યોજનામાં ફોર્મ ક્યાં ભરવું ?

ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા ઠાકોર અને કોળી સમાજ માટે 6 પ્રકારની લોનની યોજના માટે લોકોએ ક્યાય પણ કચેરીએ જવાનું નથી. કેમકેઆ બધી યોજનાઓ ઓનલાઇન કરી દેવામાં આવી છે. તેમજ તમે પોતાની જાતે પણ ઓનલાઇન અરજી કરી શકો છો.

આ યોજનાની છેલ્લી તારીખ કઈ છે ? અને ધ્યાનમાં રાખવાની બાબતો.

આ યોજનાની છેલ્લી તારીખ : 19/02/2021  છે. આજથી એક મહિના સુધી આ લોનની યોજનાના ફોર્મ ભરાશે.

  • ધ્યાનમાં રાખવાની બાબતો.
    • ઓનલાઇન ફોર્મ ભરતી વખતે તમામ ડૉક્યુમેન્ટ તેમાં માંગેલા ફોર્મેટમાં જ અપલોડ કરવાના રહેશે.
    • જે અરજદાર લોન લેવા ઈચ્છતો હોય તેને 19/02/2021 સુધીમાં અરજી કરવાની રહેશે. 
    • અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિનો હોવો જોઈએ.
    • અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 3 લાખથી ઓછી હોવી જોઈએ.
    • અરજદારની ઉમર 05/01/2021 ના દિવસે ધંધા વ્યવસાય માટે 21 થી 45 વર્ષ સુધીની હોવી જોઈએ.
    • અરજી કરતી વખતે આધાર નંબર લિન્ક હોય તે જ બેન્ક ખાતાની વિગતો આપવાની રહેશે.

તમારા નજીકના ઓનલાઇન ફોર્મ ભરતા હોય ત્યાં જઇ અથવા સાઇબર કાફેમાં જઈ તમે આ યોજનાઓનો લાભ લઇ શકો છો. 

ફોર્મ ભરવા માટે આ લિન્ક પર ક્લિક કરો. 

  

Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )

ટિપ્પણી પોસ્ટ કરો

Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )

Post a Comment (0)

વધુ નવું વધુ જૂનું