વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના-vidyalaxmi bond scheme

 

વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાર્યરત છે.


વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના નો મુખ્ય હેતુ

વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના-vidyalaxmi bond scheme
વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના-vidyalaxmi bond scheme

ગ્રામ્ય અને શહેરી વિસ્તારની કન્યાઓને સાક્ષરતા દર વધારવા અને શિક્ષણમાં કન્યાઓને આગળ લાવવા માટેનો છે.


વિગત

       ગામડાઓમાં કન્યાઓને શિક્ષણ જગતમાં ઉત્તેજન આપવા માટે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાનો માલા કરવામાં આવ્યો છે.


         ગામડાઓમાં રહેતી અને ગરીબ પછાત તેમજ અન્ય સમાજ તેમજ વર્ગની કન્યાઓ રહેતી હોય છે. તેઓ શિક્ષણથી વંચિત રહેતી હતી. તે પ્રાથમિક શાળાએ જતી થાય તેમજ તેમના માતાપિતાને પણ આર્થિક મદદ મળી રહે તે માટે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના ચાલુ કરવામાં આવી છે.


        આપણાં ગુજરાત રાજ્યમાં કન્યા કેળવણીને ઉત્તેજન આપવા ગુજરાત સરકાર ઘણા પ્રયાસો કરી રહી છે. તેમાં મધ્યાહન ભોજન યોજના પણ આવી જાય.


       ગુજરાત રાજયમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધારવા, જે ગામમાં સ્ત્રી સાક્ષરતા દર 35 % થી ઓછું હોય.


       તેવા ગામોમાં 1 થી 100% કન્યાઓનું નામાંકન થાય અને નવા પ્રવેશ વધે તેમજ પ્રવેશ મેળવનાર ધોરણ-7 સુધી પોતાનો અભ્યાસ ચાલુ.


    ધોરણ 7 સુધી અભ્યાસ ચાલુ રાખે તે માટે આ યોજના લાવવામાં આવી છે.


આ યોજનાનો શું લાભ છે ?

 


 ·  વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનામાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવનાર કન્યાને રૂપિયા 2000 ના નર્મદા શ્રીનિધિના બોન્ડ સહાયરૂપે આપવામાં આવે છે.


·  આ બોન્ડ સ્વરૂપની રકમ કન્યા જ્યારે ધોરણ-8 માં નો અભ્યાસ પૂર્ણ કરે ત્યારે આ રકમ વ્યાજ સહિત કન્યાને ચૂકવવામાં આવે છે.


·  આ યોજના અંતર્ગત શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વસતા ગરીબી રેખા હેઠળના પરિવારો કે કુટુંબોની કન્યાઓ ધોરણ-1 માં પ્રવેશ લેતી હોય.


·  ધોરણ 1 માં પ્રવેશ લેતી વખતે રૂપિયા 2000 ના નર્મદા શ્રીનિધિના બોન્ડ આપવામાં આવે

 છે.


વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના માં 2010 સુધીમાં કેટલો લાભ આપવામાં આવ્યો છે?


                               2010 સુધીમાં 7 લાખ કન્યાઓને 70 કરોડના બોન્ડ આપવામાં આવ્યા છે. સરકારના પ્રયાસો થકી વધુમાં વધુ કન્યાઓ લાભ લે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. ગરીબ અને પછાત વર્ગની કન્યાઓ માટે આ યોજના એક આશીર્વાદ રૂપ થઈ શકે તેમ છે.


                     ગુજરાત સરકાર દરેક કન્યા પ્રાથમિક શાળાએ જતી થાય અને ધોરણ 8 સુધી પોતાનો અભ્યાસ પૂર્ણ કરે તેવી કોશિશ કરે છે.


             અમુક પરિવારો પોતાના ઘરની પરિસ્થિતી ખૂબ જ દયનીય હોય છે. તેવા પરિવારો પોતાની દીકરી ભણાવી શકશે.


આ યોજના અંતર્ગત નીચે મુજબ 2010 સુધી લાભો આપવામાં આવ્યા છે.


વર્ષ

લાભાર્થી કન્‍યાઓ

રૂ. (કરોડમાં)

૨૦૦૨-૦૩

,૧૦,૮૨૯

૧૧.૦૮

૨૦૦૩-૦૪

,૫૪,૪૫૭

૧૫.૪૪

૨૦૦૪-૦૫

,૩૦,૦૦૦

૧૩.૦૦

૨૦૦૫-૦૬

,૫૧,૦૩૪

૧૫.૧૦

૨૦૦૬-૦૭

,૪૬,૨૦૦

૧૧.૬૩

૨૦૦૭-૦૮

,૪૭,૫૦૬

૧૪.૭૫

૨૦૦૮-૦૯

,૨૭,૭૫૭

૧૨.૮૭

૨૦૦૯-૧૦

,૧૧,૫૫૩

૧૧.૧૫

 

Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )

ટિપ્પણી પોસ્ટ કરો

Thanks for subscriber. વધુ લોકોને શેર કરવા વિનંતી. જેથી સારી માહિતીથી લોકોમાં જાગૃતિ અને લોકો તેનો લાભ લઈ શકે.
પંકજ ઉનાવા ( ઠાકોર )

Post a Comment (0)

વધુ નવું વધુ જૂનું